COVID-19 અપડેટ: રીજનલ વિક્ટોરીયામાં વાઇરસનું સંક્રમણ, સિડનીમાં લોકડાઉન લંબાવાયું

20 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Health workers and Police officers are seen at a unit block under lockdown, in Campsie, south west of Sydney, Friday, August 20, 2021. (AAP Image/Dan Himbrechts) NO ARCHIVING

Health workers and Police officers are seen at a unit block under lockdown, in Campsie, south west of Sydney, Friday, August 20, 2021. Source: AAP Image/Dan Himbrechts

  • ન્યૂ સાઉથ વેલ્સ સરકારે અસરગ્રસ્ત સ્થાનિક સરકારી વિસ્તારોમાં વધુ નિયંત્રણો લાગૂ કર્યા
  • શેપરટનમાં એક અજાણ્યા કેસની તપાસ શરૂ
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 12 નવા કેસ
  • સાઉથ ઓસ્ટ્રેલિયાએ સરહદીય પ્રતિબંધો હળવા કર્યા

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 644 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 41 કેસ સંક્રમણ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી. રસીનો એક ડોઝ લેનારા ચાર વ્યક્તિના મૃત્યુ પણ થયા છે. 

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત રહેવાસીઓ અને વેપાર - ઉદ્યોગો માટે વધુ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. આ નિયંત્રણો સોમવાર રાત્રે 23મી ઓગસ્ટથી લાગૂ થશે. જેમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ અને દરરોજ એક કલાક આઉટડોર કરસતનો સમાવેશ થાય છે. 

ગ્રેટર સિડનીનું લોકડાઉન 30મી સપ્ટેમ્બર સુધી લાગૂ કરવામાં આવ્યું છે.

વિક્ટોરીયા 

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 55 નવા ચેપ નોંધાયા છે. જેમાંથી 6 કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા નથી. ચેપ ધરાવતી 30 વ્યક્તિઓએ સંક્રમણ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી. 

આરોગ્ય અધિકારીઓએ રીજનલ વિક્ટોરીયાના શેપરટનમાં નોંધાયેલા એક અજાણ્યા કેસ અંગે ચેતવણી જાહેર કરી છે. 

જોખમી તથા વિશેની માહિતી મેળવો. 

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 12 નવા કેસ નોંધાયા છે. જેમાંથી એક કેસની તપાસ ચાલી રહી છે. કેનબેરામાં કુલ સક્રિય કેસની સંખ્યા 94 થઇ ગઇ છે. 

હાલમાં કોવિડ-19 ધરાવતો એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સંક્રમણનું જોખમ ધરાવતા સ્થળોની યાદી 250થી વધુ થઇ ગઇ છે. જેમાં જાહેર વાહનવ્યવહારના રૂટ, ફાસ્ટ ફૂડ આઉટલેટ, અને ચાઇલ્ડકેરનો સમાવેશ થાય છે. 

રસી માટે તમારી .

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 24 કલાકની માહિતી

  • નોધર્ન ટેરીટરી અને ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક પણ કેસ નોંધાયો નથી.
  • સાઉથ ઓસ્ટ્રેલિયાએ નોધર્ન અને રીજનલ ક્વિન્સલેન્ડ તથા મોટાભાગના નોધર્ન ટેરીટરી સાથે સરહદીય પ્રતિબંધો ઉઠાવી લીધા છે. 
alc covid mental health
Source: ALC
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.


 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 20 August 2021 2:18pm
Updated 20 August 2021 5:02pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends