- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન સરકારે રાજ્યના દરેક ઘરને 5 કીટ આપવાનો નિર્ણય લીધો છે.
- આજે 28મી ફેબ્રુઆરી, સોમવારથી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે ફેસમાસ્ક પહેરવું ફરજિયાત નથી.
- આ ઉપરાંત, ન્યૂ સાઉથ વેલ્સની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 2 વખત રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવો પણ જરૂરી નથી.
- વિક્ટોરીયામાં આજથી તમામ ઇલેક્ટીવ સર્જરી શરૂ થઇ છે.
- મંગળવાર 1લી માર્ચ બાદ વિક્ટોરીયાના રહેવાસીઓ પીસીઆર ટેસ્ટના પરિણામ માટેનું 450 ડોલરના કોવિડ આઇસોલેશન પેમેન્ટ મેળવી શકશે નહીં, તેમ રાજ્ય સરકારે જણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના નવા 5856 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે.
વિક્ટોરીયામાં કોવિડ-19ના નવા 5852 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં કોવિડ-19થી એક મૃત્યુ તથા 3312 કેસ નોંધાયા છે.
તાસ્મેનિયામાં 734 કોવિડ કેસ નોંધાયા છે જ્યારે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 464 નવા કેસનું નિદાન થયું છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો