- ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 2501 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં. રવિવારની સરખામણીમાં રાજ્યમાં સોમવારે 65 કેસ ઓછા નોંધાયા.
- ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું હતું કે, રાજ્ય સુરક્ષિત રીતે ખુલી શકે તેવો તેમને આત્મવિશ્વાસ હતો. માસ્ક ફરજિયાત કરવાના નિયમનો પ્રતિકાર કર્યો.
- વેસ્ટમીડ હોસ્પિટલ ખાતેના ઇમ્યુનોલોજીસ્ટ ડાન સુઆને જણાવ્યું છે કે ઓમીક્રોન પ્રકારનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે.
- ઓસ્ટ્રેલિયામાં વસ્તીવૃદ્ધીનો દર વર્ષ 2021-22માં 0.3 ટકાના દરથી જ્યારે 2024-25માં 1.4 ટકાના દરથી વધે તેવી શક્યતા છે.
- ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી આગામી 10 વર્ષમાં મહામારી અગાઉના સમયની સરખામણીમાં 1.5 મિલિયન ઓછી થવાની આગાહી.
- ક્વિન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યમાં દર 48 કલાકે કોવિડ-19ના કેસ બે ગણા થઇ રહ્યા છે. અને, જાન્યુઆરીમાં તે મોટી સંખ્યામાં વધે તેવી શક્યતા છે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 2501 કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં.
વિક્ટોરીયામાં 1302 કેસ તથા એક પણ મૃત્યુ નહીં.
ક્વિન્સલેન્ડમાં 59 કેસ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 13, તાસ્મેનિયા તથા નોધર્ન ટેરીટરીમાં 3-3 કેસ નોંધાયા.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી