- અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે મિડલ - ઇસ્ટમાં જન્મેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકોનું, ઓસ્ટ્રેલિયામાં જન્મ મેળવનારા લોકો કરતાં મૃત્યુનું પ્રમાણ 10 ગણું વધુ છે.
- લગભગ 2 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો પ્રવાસીઓ માટે ખુલવા જઇ રહી છે પરંતુ, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસન ઉદ્યોગના સૌથી મોટા સ્ત્રોત ચીનની હજી પણ ગેરહાજરી રહેશે.
- ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી વધુ 38 દર્દીઓના મૃત્યુ.
- ન્યૂ સાઉથ વેલ્સમાં મોટાભાગના સ્થળોમાં ગાયન તથા ડાન્સિંગને પરવાનગી, ઇન્ડોર સ્થળોમાં બે મીટરની મર્યાદાનો નિયમ હટશે, અને ક્યુઆર કોડ દ્વારા કરવામાં આવતું ચેક - ઇન 1000 ગ્રાહકો સમાવી શકે તેવા નાઇટક્લબ અને મ્યુઝીક ફેસ્ટિવલ્સ માટે જ જરૂરી રહેશે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં આગામી શુક્રવારથી મોટાભાગના સ્થળોમાં ફેસમાસ્કની જરૂર રહેશે નહીં.
- વિક્ટોરીયામાં આજે શુક્રવારે 6 વાગ્યાથી હોસ્પિટાલિટી અને મનોરંજન સ્થળોમાં ગ્રાહકો વચ્ચેના અંતરની મર્યાદાનો નિયમ હટશે, આ ઉપરાંત, રીટેલ, સ્કૂલ અને કાર્યસ્થળોએ ક્યૂ - આર કોડ દ્વારા ચેક - ઇનની જરૂરીયાતનો નિયમ પણ હટી રહ્યો છે.
- પબ્સ, બાર, રેસ્ટોરન્ટ્સ તથા મનોરંજનના સ્થળોની મુલાકાત લેતા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે કે નહીં તે તપાસ કરવા માટે ક્યૂ - આર કોડ દ્વારા ચેક - ઇન જરૂરી રહેશે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં તમામ વેપાર - ઉદ્યોગોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી ક્ષેત્રફળની મર્યાદાનો નિયમ હટી રહ્યો છે. આ ઉપરાંત, ડાન્સિંગને ફરીથી મંજૂરી આપવામાં આવી છે.
- હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં ઉભા રહીને ખાવા તથા ડ્રીન્ક કરવા પરનો પ્રતિબંધ નાબૂદ થઇ રહ્યો છે. સરકારે શક્ય હોય તો કાર્યસ્થળે કર્મચારીઓના પરત આવવાનો સંકેત આપ્યો છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કેસની સંખ્યા વધતા પર્થની જાહેર હોસ્પિટલ્સમાં મુલાકાતને સમય દિવસમાં બે વખત 2 કલાક કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1381 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી 92 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં શુક્રવારે 15 દર્દીઓના મૃત્યુ તથા નવા 9243 કેસ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 451 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 64 આઇસીયુ અને 16 વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14 દર્દીઓના મૃત્યુ અને નવા 6935 કેસ નોંધાયા હતા.
ક્વિન્સલેન્ડમાં 5795 નવા કેસ તથા 9 દર્દીઓના મૃત્યુ થયા છે.
તાસ્મેનિયામાં નવા 623 કેસ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19ના નવા 561 કેસ નોંધાયા છે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં નવા 1479 કેસ નોંધાયા છે.
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી