ન્યૂ સાઉથ વેલ્સમાં નવા COVID-19 કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે ૧૫,૬૮૩ અને શનિવારે ૧૭,૫૯૭ નવા ચેપ નોંધાયા પછી સોમવારે ૧૩,૪૬૮ કેસ નોંધાયા છે.
સોમવારે, વિક્ટોરિયાના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટને ટ્વીટ કર્યું હતું કે રાજ્યમાં બંને રસી મેળવેલા વિદ્યાર્થીઓને, રસી ન લીધેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં કોવિડ-૧૯નો ચેપ લાગવાની શક્યતા ૬૦ ટકા ઓછી છે. જે વિદ્યાર્થીઓએ ત્રણ ડોઝ લીધા હતા તેમને ચેપ લાગવાની શક્યતા ૬૭ ટકા ઓછી છે.
ઓસ્ટ્રેલિયાના ચૂંટણી પંચે ૨૧મી મે ૨૦૨૨ના રોજ યોજાનાર ફેડરલ ચૂંટણીઓ માટે કોવિડ-૧૯ સામે સુરક્ષા પગલાંની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયન ઈલેક્ટોરલ કમિશન AEC એ કહ્યું કે કોવિડ પ્રતિરોધક રસી મેળવેલા અને નહિ મેળવેલા તમામ ઓસ્ટ્રેલિયનો માટે મતદાન સેવાઓ ખુલ્લી રાખવામાં આવશે.
ચૂંટણી પંચે કહ્યું કે તેની પાસે ચુંટણી પ્રચારમાં ભાગ લેનાર લોકો તથા રાજકીય પ્રક્રિયામાં સહભાગી થનાર લોકોના રસીકરણની ચકાસણી કરવાના અધિકાર નથી, પરંતુ હંગામી ચૂંટણી કર્મચારીઓની ભરતી માટે અરજદારે કોવિડ-૧૯ રસી લીધી હોય તે ફરજીયાત રહેશે.
આવી રહેલ કેન્દ્રીય ચૂંટણીમાં કોવિડ-૧૯ના જોખમને ધ્યાનમાં રાખી AECની મોબાઇલ વોટિંગ ટીમોને એજ કેર સુવિધાઓ અથવા હોસ્પિટલોમાં મોકલવામાં નહિ આવે તેવી શક્યતા છે. આ સુવિધાઓના રહેવાસીઓ નજીકના મતદાન કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અથવા પોસ્ટલ વોટનો ઉપયોગ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત છે.
AECએ જણાવ્યું હતું કે કોવિડ-19 સુરક્ષા પગલાંને કારણે મતદારોએ મતદાન કેન્દ્રો પર વિલંબનો સામનો કરવો પડી શકે છે.
AECના વડા ટોમ રોજર્સે ને જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કરે અને પોસ્ટલ મતદાન પણ ન કર્યું હોય તેવા મતદારો માટે ટેલિફોન દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (ATAGI) એ કે ૧૨ થી ૧૫ વર્ષની વયના બાળકોમાં COVID-19 બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ કરી નથી પરંતુ તે માટેના આંતરરાષ્ટ્રીય પુરાવાઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.
"વર્તમાન ડેટા સૂચવે છે કે ૧૨-૧૫ વર્ષની વયના કિશોરોમાં કોવિડ સંબંધિત ગંભીર બીમારી ખૂબ જ દુર્લભ છે, ખાસ કરીને COVID-19ની પ્રથમ બે રસી લીધા પછી," ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય રસી સલાહકાર જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું.
થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ પહેલાથી જ આ વય જૂથમાં Pfizer ના ઉપયોગ માટે તેની મંજૂરી આપી દીધી છે.
આ વર્ષની શરૂઆતમાં, ATAGI એ ૧૬ અને ૧૭ વર્ષની વયના લોકો માટે ફાઇઝર બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.
ATAGI એ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલ તમામ કોવિડ-19 રસી વ્યક્તિને અંશત: કે પૂર્ણ બેભાન કરીને આપવી પણ
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો