COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ભારતમાં કોરોનાવાઇરસનું નિદાન, હોસ્પિટલમાં દાખલ કરાયો

19મી એપ્રિલ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Australian all-rounder Mitch Marsh (file).

Australian all-rounder Mitch Marsh (file). Source: Jason O'Brien/PA Wire.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મિચેલ માર્શને ભારતમાં કોવિડ-19 નિદાન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

માર્શ હાલમાં ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ ટીમે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીમના સપોર્ટ સ્ટાફ સહિતના કેટલાક સભ્યોનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને હાલમાં લક્ષણો નથી પરંતુ તેમના આરોગ્ય પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બિઝનેસ ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સરકારને ઘરમાં કોવિડ-19નો ચેપ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવેલા લોકો માટે 7 દિવસનો આઇસોલેશનનો સમય સમાપ્ત કરવા માટે વિનંતી કરી છે.

બિઝનેસ સમૂહોએ આઇસોલેશનના કારણે સ્ટાફની અછત સર્જાતી હોવાનું કારણ દર્શાવ્યું હતું.

ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ક્વિન્સલેન્ડમાં કોવિડ-19 રસીકરણની માહિતી આપવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે.

રહેવાસીઓ 18થી 24 એપ્રિલ સુધી કાર્યરત સેન્ટર્સ પર રસીકરણ બુક કરાવી વધુ માહિતી મેળવી શકે છે.

NSW – Penrith, Westfield Penrith
NSW – Campsie, Campsie SC
QLD – Broadbeach, Pacific Fair
QLD – Brown Plains, Grand Plaza
VIC – Dandenong, Dandenong Plaza
VIC – Narre, Warren Westfield Fountain Gate

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે લાગૂ કરવામાં આવેલો બાયોસિક્યોરિટી ઇમર્જન્સી નિયમ 17મી એપ્રિલથી સમાપ્ત કરવામાં આવ્યો છે. 

મતલબ કે જે મુસાફરો હવે ઓસ્ટ્રેલિયા આવશે તેમણે મુસાફરી અગાઉ કોવિડ-19 ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે નહીં. ક્રૂઝ શિપ પણ ઓસ્ટ્રેલિયાના તટો પર આવી શકશે.

જોકે, ઓસ્ટ્રેલિયા બહાર જતા તથા આગમન કરતા લોકોએ કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવ્યા હોય તથા ફ્લાઇટમાં માસ્ક પહેરવું જરૂરી રહેશે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 19 April 2022 1:00pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends