- આજે 21મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાએ રસીના બંને ડોઝ મેળવી લેનારા મુલાકાતીઓ માટે ઓસ્ટ્રેલિયાની સરહદો ખોલી દીધી છે. જેથી 700થી વધુ દિવસો બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઇ શકે છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ફરીથી નિયંત્રણો લાગૂ થઇ રહ્યા છે, જે અંતર્ગત મોટાભાગના વિસ્તારોમાં ઘરે 30 લોકો તથા આઉટડોર સ્થળે 200 લોકો ભેગા થઇ શકે છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના હોસ્પિટાલિટી, ફિટનેસ, મનોરંજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સ્થળો, હેરડ્રેસર, બ્યૂટીસર્વિસ તથા નાઇટક્લબમાં 2 સ્ક્વેયર મીટરનો નિયમ અમલમાં આવશે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં હોસ્પિટલમાં દર્દીઓની તથા ડિસેબિલિટી અને એજ કેર સુવિધાના રહેવાસીઓની દરરોજ 4 વ્યક્તિ જ મુલાકાત લઇ શકશે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
- ઓમીક્રોન પ્રકારના ચેપના કારણે ઉનાળામાં વિક્ટોરીયાના હોસ્પિટાલિટી તથા મનોરંજન ઉદ્યોગને અસર પહોંચી હતી. જેના કારણે સરકારે 200 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે.
- વિક્ટોરીયામાં ડાઇનિંગ સ્થળો પર 40 ડોલરથી 500 ડોલર સુધીના બિલમાં 25 ટકાનું રીબેટ આપવામાં આવશે. મનોરંજનના સ્થળો તથા મુસાફરી માટે વાઉચર પણ અપાશે.
- ક્વિન એલિઝાબેથ II ને કોવિડ-19નું નિદાન થયું છે. બકિંગહામ પેલેસના જણાવ્યા પ્રમાણે, તેમને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા.
- ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રી યુવેટ ડી - એથે જણાવ્યું છે કે રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં ઇલેક્ટીવ સર્જરી સ્થગિત કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1,288 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 74 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં 7 મૃત્યુ અને 4916 નવા કેસ નોંધાયા છે.
વિક્ટોરીયામાં 361 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 49 આઇસીયુ અને 11 વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 5611 કેસ અને 3 મૃત્યુ થયા છે.
ક્વિન્સલેન્ડમાં 4114 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે.
તાસ્મેનિયામાં કોવિડ-19ના નવા 569 કેસ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 1 મૃત્યુ તથા 458 નવા કેસ નોંધાયા છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા 224 કેસનું નિદાન થયું છે.
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી