સોમવારે, ઓસ્ટ્રેલિયામાં COVID-19થી ૧૨ મૃત્યુ નોંધાયા હતા, જેમાં વિક્ટોરિયામાં પાંચ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ચારનો સમાવેશ થાય છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ગયા મંગળવારે સૌથી વધુ 17,033 ચેપ નોંધાયા પછી આજે 12,266 નવા COVID-19 કેસ નોંધાયા છે. રાજ્યમાં પાછલા દિવસોમાં થયેલા એક મૃત્યુની જાહેરાત આજે કરવામાં આવી છે.
દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ના આંકડા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશેની .
COVID-19ને કારણે મતદાન કેન્દ્ર પર નહિ જઈ શકનાર ઓસ્ટ્રેલિયનો ૧૮મી મે ના સાંજના ૬ વાગ્યા સુધી પોસ્ટલ વોટ આપી શકે છે.
બુધવાર ૧૮ મે પછી જેને કોવિડ-૧૯ નિદાન થાય તે વ્યક્તિ ફોન દ્વારા મતદાન કરી શકશે. તે માટે તેમણે PCR ટેસ્ટની તારીખ અને સમય અથવા રેપીડ એન્ટીજન ટેસ્ટનો સીરીયલ નમ્બર જણાવવાનો રહેશે.
નોર્ધન ટેરેટરીમાં જે લોકોએ કોવિડ પ્રતિરોધક રસી લીધી નથી કે જેની એક રસી બાકી હોય અને તેઓ કોવીડ ચેપ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેવા ક્લોસ કોન્ટેક્ટ ગણાતા લોકોને આઈસોલેશન દરમિયાન પણ મતદાન કરવા જવાની છૂટ આપવામાં આવી છે. તેમને માટે ફેસમાસ્ક પહેરવું અને અન્ય લોકો સાથે ૧.૫ મીટરનું અંતર જાળવવું ફરજીયાત રહેશે.
અન્ય રાજ્યોમાં ક્લોસ કોન્ટેક્ટ ગણાતા લોકો માટે આઈસોલેશનનો નિયમ ઉઠાવી લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પાછલા સાત દિવસમાં 319,061 નવા ચેપ વિશ્વ આરોગ્ય સંસ્થામાં નોંધાવ્યા છે. જે વૈશ્વિક નવા ચેપની સંખ્યામાં અમેરીકા (562,313), જર્મની (406,556) અને ચીન (341,687) પછી ચોથા ક્રમે છે.
જામા ઓપન નેટવર્કમાં પ્રકાશિત અભ્યાસનો દાવો છે કે ફાઈઝર રસીના બીજા અને ત્રીજા ડોઝ પછી ઓમિક્રોન વેરિઅન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઓછી થઈ જાય છે.
આ અભ્યાસ 128 પુખ્ત વયના ડેનિશ લોકો પર કરવામાં આવ્યો હતો જેમણે જાન્યુઆરી 2021 અને ઑક્ટોબર 2021 વચ્ચે Pfizer રસીના બે કે ત્રણ ડોઝ મેળવ્યા હતા અથવા ફેબ્રુઆરી 2021 પહેલાં ચેપ લાગ્યો હતો અને પછી રસી આપવામાં આવી હતી.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો