ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 90 મૃત્યુ નોંધાયા હતા.
જેમાં 28 મૃત્યુ વિક્ટોરીયામાં, 22 સાઉથ ઓસ્ટ્રેલિયામાં, 20 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 15 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.
દેશભરના વિવિધ રાજ્યો તથા ટેરેટરીમાં દૈનિક કેસની સંખ્યા 50,000થી વધુ થઇ ગઇ છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 15352 કેસ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં પણ 12984 કેસનું નિદાન થયું છે.
ક્વીન્સલેન્ડમાં 9650 કેસનું નિદાન થયું છે
વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ કોવિડ-19ના પ્રતિબંધો તથા લોકડાઉન લાદવાની વાતનો ઇનકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લી નેશનલ કેબિનેટની મિટીંગમાં આ અંગે કોઇ પણ રાજ્ય કે ટેરેટરીના પ્રીમિયરે તે અંગે માંગ કરી નહોતી.
વડાપ્રધાને નોકરીદાતા તેમના કર્મચારીઓ કાર્યસ્થળે ફેસ માસ્ક પહેરે અથવા ઘરેથી જ કાર્ય કરે તે અંગે નિર્ણય લેવા સ્વતંત્ર હોવાનું જણાવ્યું હતું.
તેમણે ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ માસ્ક પહેરવાનો નિયમ અમલમાં મૂકવાની ભલામણ નહીં કરી હોવાનું જણાવ્યું છે.
જોકે, આરોગ્ય અધિકારી પૌલ કેલી લોકોને ભીડવાળા ઇન્ડોર સ્થળો પર ફેસમાસ્ક પહેરવા જણાવી રહ્યા છે.
તેમણે આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ ચેપની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
તેમણે નોકરીદાતાઓને કર્મચારીઓને ઘરેથી કાર્ય કરવા છૂટ આપવા પણ વિનંતી કરી છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો