- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે હોટસ્પોટ વિસ્તારોમાં ઓમીક્રોનની સંખ્યા વધી રહી છે. સોમવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 56 મૃત્યુ નોંધાયા હતા.
- કન્સેશન કાર્ડધારકો માટે આજથી મફતમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ થયા છે. પેન્શન મેળવતા લોકો, વેટરન્સ તથા ઓછી આવક ધરાવતા લોકો 3 મહિનાના સમયગાળામાં ફાર્મસીમાંથી 10 ફ્રી ટેસ્ટ મેળવી શકે છે.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે વર્તમાન સમયથી જુલાઇની અંત સુધીમાં 16 મિલિયન રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપલબ્ધ થશે.
- કોવિડ-19ની નવી રસી નોવાવેક્સને ઓસ્ટ્રેલિયામાં વયસ્ક લોકો માટે વપરાશની મંજૂરી પ્રાપ્ત થઇ છે. તે 21મી ફેબ્રુઆરીથી ઉપલબ્ધ થશે.
- નોવાવેક્સના 2 ડોઝ 3 અઠવાડિયાના અંતરથી લઇ શકાય છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 2712થી વધીને 2816 થઇ છે. વિક્ટોરીયામાં 1002થી ઘટીના હાલમાં 998 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ક્વિન્સલેન્ડમાં 863 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
- ક્વિન્સલેન્ડ સરકારે શાળામાં ફરીથી પરત ફરવાની યોજના આ અઠવાડિયામાં રજૂ કરશે.
- આજથી ક્વિન્સલેન્ડના રહેવાસીઓ તેમનો ત્રીજો ડોઝ બીજા ડોઝના 3 મહિના બાદ મેળવી શકે છે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 15,091 કેસ તથા 24 મૃત્યુ થયા,
વિક્ટોરીયામાં 11,695 કેસ તથા 17 મૃત્યુ,
ક્વિન્સલેન્ડમાં 10,212 નવા કેસ તથા 13 મૃત્યુ,
તાસ્મેનિયામાં 619 કેસ તથા 1 મૃત્યુ.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી