ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી ગુરુવારે 30 મૃત્યુ થયા છે. જેમાંથી 16 ન્યૂ સાઉથ વેલ્સમાં, 4 વિક્ટોરીયામાં, 7 ક્વીન્સલેન્ડમાં, 3 સાઉથ ઓસ્ટ્રેલિયામાં નોંધાયા છે.
મોટાભાગના અન્ય રાજ્યોમાં કોવિડ ચેપની સંખ્યા એકસરખી જ રહી છે પરંતુ ક્વીન્સલેન્ડમાં 10,984 કેસ નોંધાયા છે. બુધવારની સરખામણીમાં તેમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Nearly 70 per cent of the eligible population in Australia has received more than two doses of COVID-19 vaccines as at 6 April. Source: Australian Health Department
ઓસ્ટ્રેલિયાના મુખ્ય આરોગ્ય અધિકારી પૌલ કેલીએ દરરોજ કોવિડ-19ના કારણે થતા મૃત્યુના આંકડા જાહેર નહીં કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે.
કોવિડ-19 ટાસ્ટ ફોર્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જ્હોન ફ્રીવેને જણાવ્યું છે કે 40થી ઓછી ઉંમરના વયજૂથમાં બૂસ્ટર ડોઝ લેવાની સંખ્યા ઓછી છે. લોકો હવે ઓમીક્રોનથી અન્ય પ્રકાર જેટલા ભયભીત નથી,
યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના સમર્થન તથા ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જ દ્વારા લીસ્ટેડ ResApp સ્માર્ટ ફોન એપ્લિકેશન બનાવી રહી છે. જે કફના અવાજ દ્વારા કોવિડ-19ની ચકાસણી કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, ક્લિનીકલ ટ્રાયલમાં અમેરિકા તથા ભારતના 741 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને પરીક્ષણમાં 92 ટકા લોકોનું સાચું નિદાન કરવામાં આવ્યું હતું.
કંપની ઓસ્ટ્રેલિયામાં પણ તે અમલમાં મૂકવા યોજના ઘડી રહી છે.
વિક્ટોરીયાએ પેન્ડેમિક ડીક્લેરેશન મંગળવાર 12મી એપ્રિલ 11.59થી આગામી 3 મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં અગાઉ દૈનિક 8000 કેસ નોંધાય તેવી ધારણા કરવામાં આવી હતી પરંતુ હવે દૈનિક 5500 કેસ નોંધાય તેવી શક્યતા છે તે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સ : 22,255 નવા કેસ, 16 મૃત્યુ
વિક્ટોરીયા: 12,314 નવા કેસ, ચાર મૃત્યુ
ક્વીન્સલેન્ડ: 10,984 નવા કેસ, સાત મૃત્યુ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા: 7,998 નવા કેસ, 3 અગાઉ થયેલા મૃત્યુ
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી: 1,094 નવા કેસ,
તાસ્મેનિયા: 2,365 નવા કેસ,
નોધર્ન ટેરીટરી: 513 નવા કેસ,
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો