- વિક્ટોરીયામાં કોવિડ-19ના કારણે 7 મૃત્યુ નોંધાયા છે જ્યારે ન્યૂ સાઉથ વેલ્સ તથા સાઉથ ઓસ્ટ્રેલિયામાં ચાર - ચાર મૃત્યુ થયા છે.
- ક્વિન્સલેન્ડમાં સૌથી વધુ 9 મૃત્યુ તથા તાસ્મેનિયામાં એક દર્દીનું કોરોનાવાઇરસના કારણે મૃત્યુ થયું છે.
- ન્યૂ સાઉથ વેલ્સના ડેપ્યુટી ચીફ હેલ્થ ઓફિસર મેરિયન ગેલે 5થી મોટી ઉંમરના બાળકોને સત્વરે કોવિડ-19 પ્રતિરોધર રસી અપાવવા માતા-પિતાને અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા બાળકો હવે બીજો ડોઝ મેળવવા લાયક બન્યા છે.
- બુધવાર બપોરે 2 વાગ્યાથી વિક્ટોરીયન સરકાર 140,000 ટ્રાવેલ વાઉચર્સ ઉપલબ્ધ કરાવશે.
- લાભ લેવા માટે પ્રવાસન સ્થળો પર રહેવાની જગ્યા તથા મનોરંજન સ્થળો પર 400થી વધુ ડોલર ખર્ચ કરવા બદલ 200 ડોલરનું વાઉચર વાપરી શકાશે.
- સાઉથ ઓસ્ટ્રેલિયાના નવા નિમાયેલા પ્રીમિયર પીટર મેલિનૌસકાસે સરકારનું નવું મોડલ રજૂ કર્યું છે, જે અંતર્ગત એપ્રિલ મહિના સુધીમાં રાજ્યમાં પ્રતિદિન 8000 કેસ આવે તેવી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1177 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, રાજ્યમાં 20,960 કેસ તથા 4 મૃત્યુ થયા હતા.
વિક્ટોરીયામાં 7 મૃત્યુ તથા નવા 9594 કેસ નોંધાયા છે.
તાસ્મેનિયામાં એક મૃત્યુ તથા 1825 કોવિડ ચેપ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 1014 નવા કોવિડ ચેપનું નિદાન થયું છે.
ક્વિન્સલેન્ડમાં 8881 નવા કોવિડ કેસ તથા 9 મૃત્યુ થયા છે
સાઉથ ઓસ્ટ્રેલિયામાં 3686 કોવિડ ચેપ તથા ચાર દર્દીઓના મૃત્યુ થયા છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો