- ઓસ્ટ્રેલિયાના ૧૨થી ૧૫ વર્ષના બાળકોમાં બૂસ્ટર તરીકે Comirnaty (ફાઇઝર) રસીનો ઉપયોગ કરવાના ઉદેશ્ય સાથે ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (ATAGI) દ્વારા પુરાવાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
- ATAGI એ 5-11 વર્ષની વયના બાળકોના માતાપિતાને COVID-19 રસીના બીજા ડોઝ માટે તેમની એપોઇન્ટમેન્ટ બુક કરવા વિનંતી કરી છે.
- NSWના ખજાનચી મેટ કીનને સોમવારે COVID-19 નિદાન થયું છે.
- વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુસ કોવિડ-૧૯ નિદાન થયા બાદ, હાલમાં સાત દિવસ માટે આઇસોલેશનમાં છે.
- વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં 7 માર્ચથી 2,365 ચેપ સાથે નવા કેસમાં વધારો થયો હોવા છતાં, ગુરુવાર 31 માર્ચે સવારે 12.01 વાગ્યાથી નિયંત્રણો 'લેવલ 2'માંથી 'લેવલ 1' સુધી હળવા બનાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં 24 માર્ચે 8,616 સાથે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક નવા ચેપ નોંધાયા છે.
- વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં ઘરની બહાર 8 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અને શાળામાં યર 3 (ત્રીજા ધોરણ) થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ માટે ફેસ માસ્ક પહેરવા ફરજીયાત રહેશે.
ડિકિન યુનિવર્સિટીમાં રોગશાસ્ત્રના અધ્યક્ષ, પ્રોફેસર કેથરિન બેનેટે, રેપીડ એન્ટીજન ટેસ્ટ પર વધુ પડતી નિર્ભરતા સામે ચેતવણી આપી છે. તે કહે છે કે જો લોકોએ ટેસ્ટના અડધા કલાક પહેલા ભોજન લીધું હોય અથવા તેમના દાંત સાફ કર્યા હોય તો પરિણામો બદલાઈ શકે છે.
ઓસ્ટ્રેલિયન રાજ્યોમાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 21,494 નવા કેસ, 1,283 દર્દી હોસ્પિટલમાં અને 53 ICUમાં અને નવ મૃત્યુ નોંધાયા છે.
વિક્ટોરિયામાં 10,916 નવા કેસ, 284 દર્દી હોસ્પિટલમાં, 33 ICUમાં, અને પાંચ મૃત્યુ નોંધાયા છે.
તાસ્માનિયામાં 2,324 નવા કેસ, 22 દર્દી હોસ્પિટલમાં, અને એક મૃત્યુ નોંધાયું છે.
ક્વિન્સલેન્ડમાં 7,738 નવા કેસ, 325 દર્દી હોસ્પિટલમાં, 14 ICUમાં છે અને નવ મૃત્યુ થયા છે.
ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં 1,063 નવા કેસ, 49 દર્દી હોસ્પિટલમાં અને ચાર ICUમાં છે.
નોર્ધર્ન ટેરેટરીમાં 408 નવા કેસ, 12 દર્દી હોસ્પિટલમાં અને બે ICUમાં છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો