ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે ૧૩ મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ૫ ન્યૂ સાઉથ વેલ્સમાં અને ૩ તાસ્મેનિયામાં નોંધાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશે માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (ATAGI) દ્વારા mRNA રસીના બે ડોઝ વચ્ચે આઠ અઠવાડિયાનો સમય રાખવાની કરવામાં આવી છે.
અગાઉ Pfizerરની બે રસી વચ્ચે ૩ થી ૬ સપ્તાહ અને Moderna રસી માટે ૪ થી ૬ સપ્તાહનો સમય રાખવાની ભલામણ કરવામાં આવી હતી.
ATAGIના જણાવ્યા પ્રમાણે "બે રસી વચ્ચેનો ગાળો વધારવાથી અને સામે વધુ રક્ષણ મળે છે. રસીની આડઅસરનું જોખમ ધરાવતા, ૪૦ વર્ષથી ઓછી વયના લોકો માટે બે રસી વચ્ચેનો સમય વધારવાની વિશેષ ભલામણ છે."
ATAGI એ પ્રોટીન આધારિત Novavax રસીના બે પ્રાથમિક ડોઝ વચ્ચેના અંતરાલને (ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાથી વધારીને) આઠ અઠવાડિયા સુધી લંબાવવાની ભલામણ કરી છે.
ઓસ્ટ્રેલિયાની ટોચની રસીકરણ સલાહકાર સંસ્થાએ વધુમાં કહ્યું છે કે કોવિડ-19 સંક્રમણ ધરાવતા લોકોએ તેમનો બીજો ડોઝ લેતા પહેલા ત્રણ મહિના રાહ જોવી. "ત્યાર પછીનો ડોઝ શક્ય તેટલી વહેલી તકે લઇ લેવો જોઈએ."
ભલામણમાં પ્રકાશિત માહિતી મુજબ ડેલ્ટા વેરિઅન્ટ હવે ઓસ્ટ્રેલિયામાં ફેલાવાનું બંધ થયું છે અને ઓમિક્રોન છેલ્લા ત્રણ મહિનાથી પ્રબળ વેરિઅન્ટ બન્યો છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આજથી કોવિડ-19ના નજીકના સંપર્કમાં આવેલા લોકોને ૧૦ રેપીડ એન્ટિજેન ટેસ્ટ કીટ મફતમાં મળશે.
વિક્ટોરિયન આરોગ્ય સત્તાવાળાઓને મેલબર્નના ગટરના પાણીમાં નવો વેરિઅન્ટ મળ્યો છે. BA.2.12.1 એ BA.2 ઓમિક્રોન વેરિઅન્ટનો પેટા-વંશ છે, જે હાલ વિક્ટોરિયા અને ઓસ્ટ્રેલિયામાં પ્રબળ વેરિઅન્ટ છે.
વાઈરસનો આ પ્રકાર અગાઉ ઉત્તર અમેરિકા અને યુરોપમાં જોવા મળ્યો હતો. વિક્ટોરિયાની સરકારે જણાવ્યું હતું, "પ્રારંભિક પુરાવા સૂચવે છે કે તે BA.2 કરતાં વધુ ઝડપથી સંક્રમિત થાય છે પરંતુ વધુ ગંભીર રોગનું કારણ નથી."
ગયા અઠવાડિયે, ન્યૂ સાઉથ વેલ્સે તેનો BA.4 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધ્યો હતો. BA.4 વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં વધી રહેલા ચેપ અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારા માટે જવાબદાર છે.
Novavax રસી હવે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં GP, ફાર્મસી અને Adelaide (Myer Centre) COVID-19 રસીકરણ ક્લિનિકમાં ઉપલબ્ધ છે.