Key Points
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરેટરીએ જાહેર આરોગ્ય હેઠળની ઇમર્જન્સી લંબાવી
- પીસીઆર ટેસ્ટ કરાવનારા તાસ્મેનિયાના રહેવાસીઓનો શ્વસનને લગતા અન્ય વાઇરસ માટે પણ ટેસ્ટ કરવામાં આવશે.
- ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયા મંકીપોક્સ પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરશે.
સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 14 મૃત્યુ નોંધાયા હતા. જેમાં 7 સાઉથ ઓસ્ટ્રેલિયામાં તથા 4 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
મોટાભાગના રાજ્યો અને ટેરેટરીમાં નવા ચેપ તથા હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટી રહી છે.
કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશેની માહિતી અહીંથી મેળવો.
સોમવારે, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરેટરીએ કોવિડ-19ના કારણે જાહેર આરોગ્યને અસર ન પહોંચે તે માટે તેમની પબ્લિક હેલ્થ ઇમર્જન્સી 30મી સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.
ACT ના આરોગ્ય મંત્રી સ્ટીફન સ્મિથે જણાવ્યું હતું કે પ્રતિદિન સરેરાશ નવા કેસની સંખ્યા 1000થી ઓછી છે. જોકે, સામુદાયિક સંક્રમણ રાજ્યના રહેવાસીઓ તથા અગાઉથી જ આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા લોકો માટે જોખમી છે.
તાજા આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં એજ કેર સુવિધાઓમાં સક્રિય ચેપની વર્તમાન સંખ્યા 952 થઇ ગઇ છે.
ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વીન્સલેન્ડમાં અનુક્રમે સક્રિય ચેપની સંખ્યા 310, 207 અને 201 છે.
ધ મેડિકલ જર્નલ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા સોમવારે 2 અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
પ્રથમ અભ્યાસમાં, સંશોધકોએ 16 વર્ષથી નાના ન્યૂ સાઉથ વેલ્સના 17,000 જેટલા બાળકોને સમાવ્યા હતા. જે અંતર્ગત જાણવા મળ્યા પ્રમાણે, ડેલ્ટાથી ચેપગ્રસ્ત મોટાભાગના બાળકોમાં હળવા લક્ષણો અથવા લક્ષણો નહોતા જોવા મળ્યા.
હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી હતી. મોટાભાગના બાળકો આરોગ્યલક્ષી સમસ્યા કરતાં સામાજીક કારણોના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
બીજા અભ્યાસ પ્રમાણે, કોવિડ-19ની mRNA રસીના કારણે 12થી 18 વર્ષના કિશોરોમાં ટૂંકા ગાળાની આડઅસર અથવા હ્દયમાં સ્નાયુઓમાં બળતરા કોવિડ ચેપની અસર કરતાં હળવી હતી.
ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયાએ મંકીપોક્સ પ્રતિરોધક રસી આપવાનું શરૂ કર્યું છે.
લાયક હોય તેવા વિક્ટોરીયાના રહેવાસીઓ મેલ્બર્ન સેક્યુઅલ હેલ્થ સેન્ટ, થ્રોન હાર્બર, નોર્થસાઇડ ક્લિનીક, કોલિન્સ સ્ટ્રીટ મેડિકલ સેન્ટર તથા પ્રહર્ન માર્કેટ ક્લિનીક ખાતેથી રસી લઇ શકે છે.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં મંકીપોક્સના 60 કેસ સક્રિય છે. જેમાં 33 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 22 વિક્ટોરીયામાં છે.
9મી ઓગસ્ટથી તાસ્મેનિયાના રહેવાસીઓ રાજ્ય દ્વારા કાર્યરત લેબમાં પીસીઆર ટેસ્ટ કરાવશે તો તેમનો ઇન્ફ્લુએન્ઝા
A, ઇન્ફ્લુએન્ઝા B અને Respiratory Syncytial Virus માટે પણ ટેસ્ટ કરવામાં આવશે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.