- જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, કોરોનાવાઇરસના કારણે વિશ્વભરમાં 6 મિલિયન લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
- કોવિડના કારણે મૃત્યુ થવાની સંખ્યાની કેટલાક વિકાસશીલ દેશો દ્વારા યોગ્ય નોંધણી ન કરવામાં આવી હોવાથી મૃત્યુઆંક વધુ હોવાની વિશેષજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના ગ્લોબલ હેલ્થના પ્રોફેસર ટીક્કી પેન્ગે જણાવ્યું છે કે કોવિડથી લગભગ 21 મિલિયન લોકોના મૃત્યુ થયા હોવાની શક્યતા છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જો કોઇ બાળક કોવિડ-19નો ચેપ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યું હોય તો માતા - પિતા તથા સારસંભાળ રાખનારી વ્યક્તિએ સ્વયં રીતે ક્વોરન્ટાઇન થવાની જરૂર નથી.
- આ ઉપરાંત ઘરના અન્ય સભ્યો તથા ભાઇ - બહેન પણ કાર્યસ્થળે અથવા શાળાએ જઇ શકે છે. તેમણે તેમના લક્ષણો તપાસવા જરૂરી રહેશે.
- વિક્ટોરીયાના ઇનોવેશન, મેડિકલ રીસર્ચ તથા ડિજીટલ ઇકોનોમી મંત્રી જાલા પુલફોર્ડે કોવિડ રસી તથા કોવિડ-19ની લાંબાગાળાની અસરના અભ્યાસ માટે 1500 સ્વયંસેવકોને રક્તદાન કરવા અપીલ કરી છે. ત્રીજો ડોઝ ન લીધો હોય તેવા રહેવાસીઓ તે માટે લાયક છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1066 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી 43 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 9017 કેસ તથા 5 મૃત્યુ થયા છે.
વિક્ટોરીયામાં 2 મૃત્યુ તથા 5645 નવા કેસ નોંધાયા છે.
તાસ્મેનિયામાં 784 નવા કેસનું નિદાન થયું છે.
ક્વિન્સલેન્ડમાં 1 મૃત્યુ તથા 3677 નવા ચેપ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 553 નવા ચેપનું નિદાન થયું છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો