Feature

ઓસ્ટ્રેલિયામાં COVID-19: મહત્વપૂર્ણ જાણકારી તમારી ભાષામાં

આ અહેવાલમાં તમને કોવિડ-19ને લગતી તમામ જરૂરી માહિતી તમારી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Testing temperature for COVID-19 Source: Getty Images

Testing temperature for COVID-19 Source: Getty Images

કોવિડ-19 વિશે દરરોજ અંગ્રેજીમાં માહિતી મેળવવા  મુલાકાત લો. 


ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની રસી

ઓસ્ટ્રેલિયન સરકાર દેશના રહેવાસીઓને શક્ય હોય તેટલું જલદી અને સુરક્ષિત તથા અસરકારક રીતે કોરોનાવાઇરસની રસી આપવા કટિબદ્ધ છે.
Australia’s COVID-19 Vaccine Roadmap
COVID-19 vaccine national roll-out strategy Source: Australian Government - Department of Health
કોરોનાવાઇરસની રસી તથા તમે રસી એપોઇન્ટમેન્ટ કેવી રીતે નક્કી કરી શકો તે માટે  ની મુલાકાત લો. 

તમારી ઉંમર 40 કે તેથી વધુ હોય તો તમે રસી લેવા માટે લાયક છો. કેટલાક 16થી 39 વર્ષની ઉંમર ધરાવતા લોકો પણ રસી લેવા માટે લાયક છે. તમારી લાયકાત તપાસવા માટે વેબસાઇટમાં આપવામાં આવેલા પગલાં અનુસરો.

તમે તમારા GP પાસે કોવિડ-19ની રસી માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. રસી વિશેની માહિતી તમારી જ ભાષામાં મેળવો. 

ઓસ્ટ્રેલિયામાં કઇ રસીની ભલામણ કરાઇ છે

The Australian Technical Advisory Group on Immunisation [ATAGI] એ 16 વર્ષથી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોને ફાઇઝરની રસી લેવા માટે ભલામણ કરી છે. 

18થી 59 વર્ષની વય ધરાવતા લોકોને  કોવિડ-19 એસ્ટ્રાઝેનેકા રસી પણ અપાઇ શકે છે. 

તમે હજી પણ રસી માટે લાયક નથી અને 18 વર્ષથી મોટી ઉંમર છે તો, તમે ક્યારે લાયક બનશો તે અંગે જાણકારી મેળવવા વિનંતી કરી શકો છો. 

16 વર્ષથી ઓછી ઉંમરના લોકો હાલમાં ઓસ્ટ્રેલિયામાં રસી લેવા માટે લાયક નથી.

કોરોનાવાઇરસ સાથે સંકળાયેલી માનસિક આરોગ્યની સેવા

વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયન સરકારે અંતર્ગત લાયક હોય તેવા દર્દીઓને દર વર્ષે સબ્સિડી દ્વારા 10 મેડિકેર સાયકોલોજીકલ થેરાપી સત્રની યોજના અમલમાં મૂકી છે.   પહેલ દ્વારા મનોચિકીત્સક, મનોવિજ્ઞાની તથા જનરલ પ્રેક્ટિશનર્સની મદદ લઇ શકાય છે. 

ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19ના કારણે ઉદ્ભવેલી માનસિક આરોગ્યની સમસ્યા માટે મેન્ટલ હેલ્થ પોર્ટલની મદદથી  ની રચના કરી છે. જેના દ્વારા કોવિડ મહામારી તથા સેલ્ફ - આઇસોલેશન દરમિયાન સારું માનસિક આરોગ્ય કેવી રીતે જાળવી શકાય તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. 

 પ્રોજેક્ટ મેન્ટલ હેલ્થ ઓસ્ટ્રેલિયા દ્વારા ચલાવવામાં આવે છે જેમાં બહુસાંસ્કૃતિક તથા વિવિધ ભાષાકિય સમુદાયોમાંથી આવતા લોકોને માનસિક આરોગ્યને લગતા સ્ત્રોત, સર્વિસ તથા માહિતી મળી રહે છે. 

જો તમારે માનસિક આરોગ્યને લગતી માહિતી તમારી જ ભાષામાં મેળવવી હોય તો, TIS National ને 131 450 પર અથવા પર દુભાષિયાની મદદ મેળવી શકો. TIS National 100થી વધુ ભાષામાં સુવિધા આપે છે અને તે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ઉપલબ્ધ છે. સ્થાનિક કોલ માટેનો દર લાગૂ થશે. 

માનસિક આરોગ્ય માટેની સહાય મેળવવા માટે મુલાકાત લો.

નાણાકિય મુશ્કેલી (પેન્ડેમિક લીવ ડિઝાસ્ટર પેમેન્ટ)

જો તમે નાણાકિય મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો   ની મુલાકાત લો અથવા નેશનલ ડેબ્ટ હેલ્પલાઇનનો 1800 007 007 પર સંપર્ક કરો.

કેન્દ્રીય સરકારે અંતર્ગત ડિઝાસ્ટર પેમેન્ટ અમલમાં મૂક્યું છે. 

આ યોજના એવા કર્મચારીઓને લાભદાયી થશે જેમને સેલ્ફ આઇસોલેટ થવાની સૂચના આપવામાં આવી છે અથવા તેઓ કોરોનાવાઇરસના દર્દીની સાર-સંભાળ લઇ રહ્યા છે.  

દરેક રાજ્યો અને ટેરીટરીમાં પેન્ડેમિક ડીઝાસ્ટર લિવ પેમેન્ટ વિશેની માહિતી - 

COVID-19 કેવી રીતે ફેલાય છે અને તમે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહો છો?

COVID-19 એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.

• જે વ્યક્તિ COVID-19 થી સંક્રમિત હોય ત્યારે તેના નજીક આવવાથી અથવા લક્ષણો દેખાય તેના અગાઉ સંપર્કમાં આવવાથી.
• જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને તેને ખાંસી અથવા ઘણી છીંક આવતી હોય તેના સંપર્કમાં આવવાથી.
• સંક્રમિત વ્યક્તિએ અડકેલી કોઇ પણ વસ્તું (જેમ કે બારણાંનું હેન્ડલ, ટેબલ) બીજી કોઇ વ્યક્તિ અડકે તો ચેપ લાગી શકે છે.

તમે કેવી રીતે તેનાથી સુરક્ષિત રહી શકો છો

યોગ્ય રીતે હાથ સાફ કરવા, ઉધરસ કે છીંક ખાતી વખતે તથા સામાન્ય સંજોગોમાં જો તાવ આવ્યો હોય તો અન્ય વ્યક્તિથી અંતર રાખવાથી વાઇરસનો ફેલાવો અટકે છે. તમારે...

  • 1.5 મીટર જેટલું સોશિયલ ડીસ્ટન્સિંગ રાખો અને 4 સ્ક્વેર મીટર દીઠ એક વ્યક્તિના નિયમનું પાલન કરો.
  • ખાદ્ય પદાર્થ આરોગતા પહેલા અને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ સાબૂ તથા પાણીથી તમારા હાથ વ્યવસ્થિત રીતે સાફ કરો.
  • ઉધરસ કે છીંક ખાતી વખતે રૂમાલનો ઉપયોગ કરો, ટીસ્યૂ વાપર્યા બાદ તરત ફેંકી દો, આલ્કોહોલયુક્ત સેનીટાઇઝર વાપરો.
  • જો તમે માંદા હોય તો, અન્ય વ્યક્તિઓ સાથે ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર રાખો.
ઓસ્ટ્રેલિયન સરકાર તમામ રહેવાસીઓને COVIDSafe ડાઉનલોડ કરવા માટે સલાહ આપે છે. વધુ વિગતો મેળવો.

જો મને લક્ષણો જણાય તો મારે શું કરવું જોઇએ?

સામાન્ય તાવથી લઇને ન્યૂમોનિયા થવો તે કોરોનાવાઇરસના લક્ષણોમાં ગણાય છે.

COVID-19 ના લક્ષણો અન્ય સામાન્ય તાવ જેવા જ હોય છે જેમાં...

  • તાવ
  • શ્વવસનને લગતા લક્ષણો
  • ઉધરસ આવવી
  • ગળું સૂકાવું 
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • અન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, માથું દુખવું, સ્નાયુંમાં દુખાવો, ઉબકા આવવા, ડાયેરીયા, ઉલ્ટી થવી, સૂંઘવાની શક્તિ ગુમાવવી, સ્વાદ પારખી ન શકવો, ભૂખ ન લાગવી અને થાક.
અધિકારીઓએ બનાવ્યું છે જેનો તમે ઘરમાં રહીને ઉપયોગ કરી શકો છો.

કોરોનાવાઇરસની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી પરંતુ મોટાભાગના લક્ષણોમાં સામાન્ય સારવાર કરવામાં આવે છે. એન્ટીબાયોટીક્સ આ વાઇરસ સામે કારગર નથી.

તમને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવો. 

જો તમારે કોઇની સાથે તમારા લક્ષણો વિશે વાત કરવી હોય તો, નેશનલ કોરોનાવાઇરસ હેલ્પલાઇનનો સલાહ માટે સંપર્ક કરો. લાઇન અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ચાલૂ રહે છે. 1800020080

તમે કોરોનાવાઇરસનો ટેસ્ટ ક્યાં કરાવી શકો છો

દરેક રાજ્યો અને ટેરીટરીમાં કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની માહિતી

જો તમને કોરોનાવાઇરસનું નિદાન થયું હોય તો તમારે સેલ્ફ આઇસોલેટ થવું જરૂરી છે -

• જાહેર સ્થળો જેમ કે, ઓફિસ, સ્કૂલ, શોપિંગ સેન્ટર, ચાઇલ્ડ કેર અથવા યુનિવર્સિટીમાં ન જાઓ.
• કોઇને તમારા માટે કરિયાણું કે ખાર્દ્યપદાર્થો આપી જવા અને તેને ઘરના દરવાજા બહાર મૂકી જવા જણાવો
• બહારની કોઇ વ્યક્તિને ઘરમાં ન બોલાવો, સામાન્ય રીતે તમારી સાથે રહેતા પરિવારજનો જ ઘરમાં રહી શકે છે.

કઇ વ્યક્તિને આ વાઇરસનો ચેપ લાગી શકે છે?

જે કોઇ વ્યક્તિ ચેપગ્રસ્ત થઇ છે તે માંદી પડે તેવું જરૂરી નથી. કેટલાક લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે જે આસાનીથી સ્વસ્થ થઇ શકે છે. કેટલાક લોકો ખૂબ જ માંદા પડી શકે છે, કોરોનાવાઇરસના ભૂતકાળના અનુભવના આધારે વાઇરસનો ગંભીર ચેપ આ લોકોને લાગવાની શક્યતા સૌથી વધુ છે....

  • 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના એબઓરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો કે જેમને લાંબા સમયથી જ કોઇ બિમારી હોય.
  • લાંબા સમયથી કોઇ બિમારી ધરાવતા 65 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો. નવા સબૂત મળશે તેમ “લાંબા સમયની બિમારી” ની વ્યાખ્યામાં સુધારો કરાશે.
  • 70 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો
  • ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો

શું મારે માસ્ક પહેરવું જરૂરી છે?

ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યો અને ટેરીટરીમાં લોકોને માસ્ક પહેવારની સલાહ આપવામાં આવી રહી છે. 

જો તમારા રાજ્ય કે ટેરીટરીની પરિસ્થિતી બદલાય તો માસ્કને લગતા નિયમોમાં પણ ફેરફાર આવી શકે છે. તેથી જ, તમારા વિસ્તારની માહિતીથી અવગત રહેવું જરૂરી છે. 

તમારા રાજ્યો અને ટેરીટરીમાં માહિતી

તમે જ્યારે માસ્ક પહેરો છો ત્યારે તેને યોગ્ય રીતે પહેરવું જરૂરી છે - 

  • પહેરતી અથવા હટાવતી વખતે તમારા હાથ ધોવો અથવા સેનિટાઇઝ કરો.
  • માસ્ક તમારા નાક અને મોંઢાને ઢાંકે તેમ યોગ્ય રીતે પહેરો.
  • તમારા માસ્કને પહેરતી કે કાઢતી વખતે મોઢને અડકો નહીં. 
  • તમારા નાક અથવા ગળાની નીચે લટકતું રહે તેવી રીતે ન પહેરો
  • એક વખત વપરાશમાં લઇ શકાય તેવા માસ્કને બીજી વખત ઉપયોગમાં ન લેશો, ફરીથી વપરાશમાં લઇ શકાય તેવા માસ્કને યોગ્ય રીતે સાફ રાખી તેને સ્વસ્છ જગ્યાએ મૂકો. 

ઓસ્ટ્રેલિયાથી બહાર જવાની કે આવવાની કાળજી

રાજ્યો અને ટેરીટરી તેમના પોતાના પ્રતિબંધો લાગૂ કરી શકે છે, જેમાં તેઓ રાજ્યોની સરહદ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

ફરજિયાત માહિતી એકઠી કરાશે

1લી ઓક્ટોબર 2020થી, સંપર્કમાં આવવાથી સંક્રમણ થયું છે કે કેમ તેની રાજ્યો અને ટેરીટરીને ખબર પડે તે માટે ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફરજિયાત રીતે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જેમાં નામ, ઇમેલ એડ્રેસ, મોબાઇલ નંબર અને રહેઠાણનું સરનામું આપવાનું રહેશે. 

જાહેર વાહન વ્યવહાર

જાહેર વાહન વ્યવહાર એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર રાજ્યો અને ટેરીટરી સરકારની જવાબદારી છે. અને, નેશનલ કેબિનેટે તેમાં મુસાફરી કરનારા લોકો તથા કાર્ય કરતા કર્મચારીઓના આરોગ્યની સલામતી માટે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. જેમાં, માંદગી હોય તો મુસાફરી ન કરવી, ડ્રાઇવર અને અન્ય પેસેન્જર સાથે શારીરિક અંતર રાખવું અને રોકડ નાણાને અડવું નહીં. 

આંતરરાષ્ટ્રીય મુસાફરી 

સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અંગેના નિર્ણયનું સતત મૂલ્યાંકન થતું રહે છે. 

આ નિર્ણયથી તમારી ઓસ્ટ્રેલિયા આવનારી ફ્લાઇટને અસર થઇ શકે છે. 

  • સરકાર એરલાઇન કંપની મુશ્કેલીમાં ન મુકાય તે માટે 48 કલાક અગાઉ નોટિસ આપશે. 
  • કોને ટિકીટ વેચવી તેનો નિર્ણય એરલાઇન કંપની કરશે, સરકાર તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. 
વધુ માહિતી 's ની મુલાકાત લો. 

ક્વોરન્ટાઇન અને ટેસ્ટની જરૂરીયાત રાજ્યો અને ટેરીટરીની સરકાર દ્વારા નક્કી કરાય છે.

ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે વિદેશ પ્રવાસ કરી શકતા નથી.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. જોકે, તે માટે નીચેનામાંથી કોઇ પણ એક બાબત તમને લાગૂ પડતી હોવી જોઇએ.

  • તમારો પ્રવાસ કોરોનાવાઇરસ મહામારીને લગતી પ્રવૃત્તિ કે સહાયતોનો એક ભાગ હોય.
  • તમારો પ્રવાસ જરૂરિયાત ધરાવતા ઉદ્યોગ અને વેપાર (આયાત અને નિકાસ કરતા ઉદ્યોગ) ને લગતો હોય.
  • તમે ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ ન હોય તેવી આરોગ્યની સારવાર લેવા માટે વિદેશ જતા હોય.
  • તમે અનિવાર્ય અને અતિ આવશ્યક વ્યક્તિગત વેપાર – ઉદ્યોગ માટે પ્રવાસ કરો.
  • દયા અથવા માનવતાના આધારે.
  • દેશહિતમાં કરવામાં આવતો પ્રવાસ.
ઓસ્ટ્રેલિયા છોડતા અગાઉ વધુ જાણકારી માટે ક્લિક કરો.


સરકારી માહિતી


ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.

જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.

તમારા રાજ્ય કે ટેરીટરીમાં મુસાફરીના દિશાનિર્દેશ વિશે અહીંથી માહિતી મેળવો -  .  

mental health care plan


Share
Published 15 July 2021 1:34pm
Updated 12 August 2022 3:03pm
By SBS Audio, Language Content
Source: SBS


Share this with family and friends