આરોગ્ય અધિકારીઓ કહે છે કે નવા પ્રકાર પર અગાઉની બે રસી બેઅસર છે. અને અગાઉ ચેપ લાગ્યો હોય તો પણ ફરીથી નવા પ્રકારના વાઇરસનો ચેપ લાગી શકે છે. હકીકતમાં સૂચવે છે કે ઇંગ્લેન્ડમાં નોંધાયેલા કુલ દૈનિક નવા કેસોમાંથી હવે 25 ટકા અને માં 18 ટકા જેટલા લોકો ફરી ચેપગ્રસ્ત થયા છે.
ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યો અને પ્રદેશોએ ફરીથી ચેપગ્રસ્ત થવાનો જે સમય છે તે 12 અઠવાડિયાથી ઘટાડીને 28 દિવસનો કરી દીધો છે. તેનો અર્થ એ છે કે જે લોકો અગાઉ ચેપગ્રસ્ત થયા છે તેઓને 28 દિવસની અંદર ફરીથી ચેપ લાગી શકે છે.
નવા પ્રકાર બચો
આરોગ્ય સત્તાધિકારીઓ કહે છે કે જે લોકો માસ્ક પહેરે છે, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે છે અને જે લોકો પોતાના હાથ નિયમિતપણે સેનેટાઇઝ કરે છે અને જે લોકોએ કોવિડ-19ની રસીના તમામ ડોઝ લીધા હશે તેઓ આ ચેપ અને ગંભીર બિમારીથી બચી શકે છે.
રોગચાળાના નિષ્ણાંત અગ્રણી એવા પ્રોફેસર કેથરિન બેનેટ કહે છે ચેપનું જોખમ ધરાવતા લોકોએ જો બૂસ્ટર ડોઝ મેળવ્યો હશે તો તે ગંબીર બિમારીનું જોખમ બે તૃતીયાંશ જેટલું ઘટાડી દે છે.
તેલ અવીવ યુનિવર્સિટી અને નીગેવની બેન ગુરિયન યુનિવર્સિટી દ્વારા તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ચોથી રસીએ ચેપનું જોખમ 34 ટકા, હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 65 ટકા અને વૃદ્ધ ઇઝરાયેલીઓમાં 72 ટકા મૃત્યુનું જોખમ ઘટાડ્યું છે.
તાજેતરમાં ઉંમરના આધારે રસીની ભલામણ
- 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 4 ડોઝ
- 30થી 49 વયના લોકો માટે ત્રણ ડોઝ, ચોથો ડોઝ વિકલ્પમાં છે
- 16થી 29 માટે ત્રણ ડોઝ
- 5થી 15 માટે બે ડોઝની ભલામણ છે.
જેમની ઉંમર 12થી 15 વર્ષની વચ્ચે છે, જેઓની રોગપ્રતિકારક શક્તિ સારી નથી, જેઓને ગંભીર અને જટીલ આરોગ્યની જરૂરીયાતોની સાથે વિકલાંગતા છે તેઓને બૂસ્ટર અથવા ત્રીજા ડોઝની ભલામણ કરવામાં આવે છે.
ચોથો ડોઝ એવા લોકો માટે છે કે જેમણે ત્રણ મહિના પહેલા ત્રીજો અથવા પ્રથમ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે, જેમ કે,
- 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો
- એજ કેર અને ડિસએબીલીટી કેરમાં રહે છે
- જેમની રોગપ્રતિકાર શક્તિ ખરાબ છે
- એબોરિજીનલ અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર અને 50 વર્ષ અને તેની વધુ ઉંમરના લોકો
- 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેઓને કોઇ ગંભીર બિમારી છે તેઓને કોવિડ-19નું જોખમ વધારે છે.
- અપંગતા સાથે જેમની ઉંમર 16 વર્ષ કે તેથી વધુ છે
કોવિડ-19 પોઝિટીવ કેસોની સારવાર
એન્ટિવાયરલ દવાઓ વાયરસને સારા કોષોને વધુ ચેપગ્રસ્ત અથવા શરીરમાં વધતા અટકાવે છે.
આરોગ્ય સત્તાધીકારીઓ સલાહ આપતા જણાવે છે કે, જે લોકોને કોવિડ-19ના લક્ષ્ણો દેખાય કે તરત જ પાંચ દિવસની અંદર દવાઓ (લેજેવ્રિયો અને પેક્સલોવિડ) લેવાની શરૂ કરવી જોઇએ.
આ દવાઓ કોવિડ-19ની તાકાતને ઘટાડશે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ ઘટાડશે.
આ દવાઓ હાલ એવા લોકો માટે ઉપલબ્ધ છે કે જેઓને કોવિડ-19 છે અને જેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોય:
- 70 વર્ષ કે તેથી વધુના લોકો માટે
- જે લોકોની ઉંમર 50 વર્ષની છે અને તેઓને કોઇ ગંભીર રોગ હોય
- એબોરિજનલ અથવા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરના 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને બેથી વધુ ગંભીર રોગ હોય તેવા લોકોને
- રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા 18 વર્ષથી તેથી વધુ વયના લોકો.
જે લોકોને કોવિડ થાય કે લક્ષ્ણો હોય તેવા નાગરિકોને ટેલિફોન દ્વારા પોતાના ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ કરવામાં આવી છે. કન્સેશન કાર્ડ ધરાવતા લોકો માટે ઓરલ પીલ્સ 10 ડોલર અને ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કિમ અંતર્ગત અન્ય લોકોને 45 ડોલરમાં મળી રહેશે.
SBS is committed to providing all COVID-19 updates to Australia’s multicultural and multilingual communities. Stay safe and stay informed by visiting regularly the .