ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગની વેબસાઈટ ( )પ્રમાણે 1 જુલાઈ 2018થી પારિવારિક વિસા શ્રેણીના અમુક વિસા માટેની અરજી વ્યક્તિગત રીતે કે પેપર અરજીપત્રક દ્વારા સ્વીકારવામાં નહિ આવે. જે શ્રેણીને આ ફેરફાર લાગુ પડશે તે નીચે મુજબ છે:
- Partner and Prospective Marriage (subclass 820, 801, 309, 100 & 300)
- Parent visa applicants (subclasses 103, 804, 173, 143, 884 and 864)
- Carer (subclass 116 and 836) visas,
- Remaining Relative (subclass 115 and 835) visas, and
- Aged Dependent Relative (subclass 114 and 838) visas
પાર્ટનર અને પ્રોસ્પેકટીવ મેરેજ:
પાર્ટનર અને પ્રોસ્પેકટીવ મેરેજ માટેની અરજી હવેથી ઓનલાઇન કરવી ફરજીયાત છે. આ શ્રેણીની પેટા શ્રેણી 820,801, 309, 100 & 300 માટેની અરજીઓ હવે કાગળના અરજીપત્રક કે વ્યક્તિગત ધોરણે સબમિટ નહિ કરાય. વ્યક્તિએ ના મારફત આ અરજી કરવાની રહેશે. આ અરજી માટેની ફીની ચુકવણી પણ ઓનલાઇન કરવાની રહેશે.

વાલીઓ:
ઓસ્ટ્રેલિયા આવવા ઇચ્છતા વાલીઓના વિસા માટેની પેટાશ્રેણી 103, 804, 173, 143, 884 અને 864 હેઠળની તમામ અરજીઓ પોસ્ટ કે કુરિયર મારફતે પર્થની વિસા અને નાગરિકતા ઓફિસમાં પહોંચાડવાની રહેશે. અત્યારસુધી વ્યક્તિગત રીતે સ્વીકારવામાં આવતી અરજીઓ હવે સ્વીકારવામાં નહિ આવે.
અન્ય પરિવારના સભ્યો માટે:
જો પરિવારના અન્ય કોઈ સભ્યને ઓસ્ટ્રેલિયા બોલાવવા ઇચ્છતા હોવ તો, આ માટેની અરજીઓ વિદેશ સ્થિત ગૃહ વિભાગની ઓફિસ કે ગૃહ વિભાગ દ્વારા કરારબદ્ધ સંસ્થા પાસે સ્વીકારવામાં નહિ આવે. આ માટેની અરજીઓ હવેથી પોસ્ટ કે કુરિયર દ્વારા પર્થની વિસા અને નાગરિકતા ઓફિસમાં પહોંચાડવાની રહેશે. જે શ્રેણી - પેટા શ્રેણીને આ બદલાવ લાગુ પડે છે તેમાં - સંભાળ રાખનાર એટલેકે કેરર માટેની 116 અને 836, અન્ય સંબંધીઓ માટેની 115 અને 835, તથા વૃદ્ધ આશ્રિત સંબંધી માટેની 114 અને 838 નો સમાવેશ થાય છે.
આ માટેના અરજીપત્રકો અને સ્પોન્સર ફોર્મ ગૃહ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Source: screen