એપ્લિકેશનનો ઉદ્દેશ્ય
એપ્લિકેશનનો ઉદ્દેશ્ય કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ તથા તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાનો છે. આરોગ્ય અધિકારીઓને ફોનમાં રહેલા ડેટાનો વપરાશ કરવાની મંજૂરી આપ્યા બાદ આ એપ્લિકેશનની મદદથી કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવેલા અન્ય લોકોની જાણ થશે.
જો કોઇ વ્યક્તિ કોરોનાવાઇરસ પોઝીટીવ વ્યક્તિ સાથે 1.5 મીટરના અંતરમાં 15 મિનીટ સુધી સંપર્કમાં આવી હશે અને એપ્લિકેશન શરૂ હશે તો તેની માહિતી એપ્લિકેશનમાં રેકોર્ડ થઇ જશે.
COVIDSafe એપ્લિકેશનનો ઉપયોગ સ્વૈચ્છિક છે. સરકારે બધા જ ઓસ્ટ્રેલિયન્સને COVIDSafe એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ભલામણ કરી છે. જેટલા વધુ ઓસ્ટ્રેલિયન્સ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે તેટલી જ વધુ ઝડપથી વાઇરસ વિશેની માહિતી મળશે.
અધિકારીઓ COVIDSafe એપ્લિકેશનના ડેટા કેવી રીતે મેળવશે
COVIDSafe એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોનાવાઇરસ પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાનો છે. અગાઉ આ કાર્ય અધિકારીઓ દ્વારા જાતે જ કરવામાં આવતું હતું પરંતુ હવે તે એપ્લિકેશનની મદદથી થશે. આ એપ્લિકેશન દ્વારા પરિવારના સભ્યો, મિત્રો અને સમુદાયમાં રહેલા લોકોને અજાણતા આ વાઇરસ ફેલાવાની શક્યતાઓ ઓછી કરે છે.
રાજ્યો અને ટેરીટરીના આરોગ્ય અધિકારીઓ એપ્લિકેશનની માહિતી માત્ર ત્યારે જ મેળવી શકે છે જ્યારે કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ તેના ફોનમાં માહિતી અપલોડ કરવાની મંજૂરી આપે. આરોગ્ય અધિકારીઓ પણ એપ્લિકેશનની માહિતીનો ઉપયોગ લોકોને ટેસ્ટ કરાવવા અને એકાંતવાસમાં જવા વિશે ચેતવણી આપવા કરી શકે છે.
COVIDSafe એપ્લિકેશન ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિની માહિતી મેળવવા માટે બનાવવામાં આવેલા એપ્લિકેશન છે. વધુ માહિતી માટે ની મુલાકાત લો.
COVIDSafe માં તમારી કઇ વ્યક્તિગત માહિતી જાણી શકાશે
જ્યારે યુઝર તે એપ્લિકેશન ડાઉનલોડ કરે છે ત્યારે તેઓ તેમનું નામ,મોબાઇલ નંબર, પોસ્ટકોડ અને ઉંમરની માહિતી આપે છે. ત્યાર બાદ તેઓ એક ટેક્સ્ટ મેસેજ મેળવશે અને એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે. સિસ્ટમમાં એક યુનિક ગોપનીય રેફરન્સ કોડ નોંધાશે.
COVIDSafe એપ્લિકેશન અન્ય બ્લૂટૂથ ઓન હોય તેવા મોબાઇલમાં પણ રહેલી આ એપ્લિકેશન સાથે જોડાણ કરે છે. જ્યારે એપ્લિકેશન અન્ય મોબાઇલના સંપર્કમાં આવે છે ત્યારે તે તારીખ, સમય, અંતર, તે સંપર્કનો કુલ સમય અને રેફરન્સ કોડ નોંધે છે. COVIDSafe એપ્લિકેશન વપરાશકર્તાના સ્થાનની માહિતી મેળવતી નથી.
ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા પ્રમાણે, આ એપ્લિકેશનમાં રહેલી માહિતી ગોપનીયતા જાળવે છે અને લોકોના મોબાઇલમાં જમા થયેલા સંપર્કની વિગતો 21 દિવસની અવધિ બાદ આપમેળે જ ડિલીટ થઇ જાય છે. આ સમય કોરોનાવાઇરસ એપ્લિકેશનની અવધિ અને ટેસ્ટ થાય ત્યાં સુધીનો સમય નોંધે છે.
એપ્લિકેશનના વપરાશકર્તાનો ટેસ્ટ પોઝીટીવ આવે તો...
જો એપ્લિકેશનના વપરાશકર્તાનો ટેસ્ટ પોઝીટીવ આવે તો, વપરાશકર્તાની મંજૂરી બાદ એપ્લિકેશનમાં રહેલી ગોપનીય માહિતી સુરક્ષિત સિસ્ટમમાં નોંધાઇ જશે. રાજ્યો અને ટેરીટરીની સરકારો ત્યાર બાદ...
- એપ્લિકેશનમાં રહેલા સંપર્કોની સામાન્ય હિલચાલની દેખરેખ રાખવા
- માતા-પિતા અથવા જે-તે વ્યક્તિઓનો સંપર્ક કરી તેમને પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યાની જાણ કરાશે.
- સલાહ આપવાનો પ્રસ્તાવ મૂકાશે, જેમાં...
- શું ધ્યાન રાખવું
- ક્યારે, કેવી રીતે અને કઇ જગ્યાએ ટેસ્ટ કરાવવો
- મિત્રો અને પરિવારજનોને વાઇરસથી બચાવવા શું કરવું
- આરોગ્ય અધિકારીઓ પોઝીટીવ આવેલા વ્યક્તિની માહિતી નહીં આપે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કેસની માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ અને પરિવારજનો સિવાય મેળાવડા ઓછામાં ઓછા બે વ્યક્તિ સુધી સિમીત કરવામાં આવ્યા છે.
જો તમને એમ લાગે કે તમને વાઇરસની અસર છે તો, ડોક્ટરનો સંપર્ક કરો, (તેમની મુલાકાત ન લો) અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય અને મેડિકલ ઇમરજન્સી હોય તો 000 પર ફોન કરો.
કોરોનાવાઇરસ વિશેની તમામ તાજી જાણકારી આપવા માટે SBS કટિબદ્ધ છે. 63 ભાષાઓમાં સમાચાર અને માહિતી પર ઉપલબ્ધ છે.