ઊંચા રસીકરણના લક્ષ્યાંકો પાર પાડયા બાદ દેશના રાજ્ય અને ટેરીટરીની સરહદો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખુલી ગઇ છે અને આંતરિક નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે.
જેથી કરી હવે કેસની સંખ્યા વધે તેવું અનુમાન છે. આ ઉપરાંત, ઓમીક્રોન અને ડેલ્ટા પ્રકારના ચેપને પગલે સરકાર લોકોને બુસ્ટર શૉટ લેવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
ગૃહ ખાતાના સેક્રેટરી, બ્રેન્ડન મર્ફીએ ડિસેમ્બરમાં કહ્યું, "વિશ્વભરમાં ઓમીક્રોનના ચેપના પગલે કુલ ચેપોની સંખ્યા વધવાની શક્યતા છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા બુસ્ટર શૉટ જરૂરી છે."
બુસ્ટર અભિયાન
ડિસેમ્બરમાં તહેવારો શરુ થતા પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે દેશ આખામાં બુસ્ટર શૉટને પ્રોત્સાહન આપવા અભિયાન શરુ કર્યા છે. બન્ને રસી પ્રાપ્ત કરેલા લોકોને ઓમિક્રોનના ચેપનો ભય છે જેથી કરી બધાએ વહેલામાં વહેલી તકે બુસ્ટર શૉટ લેવા જોઈએ.
એના પગલે, Australian Technical Advisory Group on Immunisation (ATAGI) હવે બુસ્ટર શૉટ માટે મુખ્ય રસીકરણ પછી છ મહિનાની બદલે પાંચ મહિનાની કરી છે.
હવે પંદર લાખ જેટલા ઓસ્ટ્રેલિયાવાસીઓ તાત્કાલિક બુસ્ટર શૉટ લઈ શકે છે.
વયોવૃદ્ધ માટે બુસ્ટર શૉટ
પ્રમાણે 70 અને વધુ ઉંમરના, 65થી વધુ વયના જેઓને અગાઉથી બીમારીઓ છે તથા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા, અને એબોરિજિનલ તથા ટોરેસ સ્ટ્રેટસ આઇલેન્ડના અગાઉથી જ બીમારી ધરાવતા 50થી વધુ ઉંમરના લોકોને કોરનોના ચેપ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાઓ અનુસાર જાન્યુઆરી 2020થી 1,910 લોકોએ કોવિડને કારણે જીવ ગુમાવ્યા છે.
ડેલ્ટા અને ઓમીક્રોન ના પગલે ચેપ લાગવાની શક્યતા વધુ છે પણ રસીકરણથી બીમારીની ગંભીરતા અને જીવ ગુમાવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

PM Scott Morrison received his COVID-19 booster vaccination alongside Jane Malysiak in NSW. Source: SMH POOL
બુસ્ટરની શરૂઆત થતા દેશભરમાં વયોવૃધ્ધ ઑસ્ટ્રેલિયાવાસીઓને સૌપ્રથમ રસી અપાઇ હતી.
Aged Careના રહેવાસીઓ એમના પ્રાથમિક બુસ્ટર શૉટ કોઈ પણ સરકારી દવાખાનેથી મેળવી શકે છે.
રહેવાસી સંસ્થાઓ એમની ત્યાં રહેતા રહેવાસીઓ અથવા એમના પ્રતિનિધિઓ સાથે દવાખાનાની મુલાકાત વિષે ચર્ચા કરશે.
રેસીડેન્સિયલ એજ કેરના રહેવાસીઓના રસીકરણ માટેની માહિતી મેળવો અથવા બૂસ્ટર શોટ બુક કરાવો.
બાળકો માટે રસીકરણ
5 થી 11 વર્ષના બાળકો માટે Therapeutic Goods Administration અને ATAGIએ ઓને વચગાળાની પરવાનગી આપી છે.
ATAGIએ એક નિવેદનમાં જણાવ્યું કે વચગાળાની પરવાનગી તાજેતરમાં કરાયેલા પરીક્ષણોના પરિણામો જોયા પછી આપવામાં આવી છે, અને આ રસી ટૂંકાગાળાની ઓછામાં ઓછી આડઅસરો સાથે અસરકારક સાબિત થઇ છે.
આ રસી લેવા માટે મુલાકાતના સમય માટે ગઈ છે અને જાન્યુઆરી 10, 2022થી રસીકરણ શરુ કરવામાં આવશે.
GPના દવાખાના, એબોરીજનલ હેલ્થ સર્વિસ, ફાર્મસી અને રાજ્ય તથા ટેરીટરીના સરકારી દવખાનાઓથી રસીકરણ કરવામાં આવશે.
ATAGIએ બે રસીઓ વચ્ચે 8 અઠવાડિયાનો સમયગાળો રાખવા ભલામણ કરી છે પણ કેસની સંખ્યા વધે તેવા સંજોગોમાં એ સમયગાળો 3 અઠવાડિયાનો પણ રાખી શકાય છે.

Vaccinating children can help reduce community transmission and prevent them passing the virus onto the wider community. Source: Getty Images
ગંભીર બીમારીના જોખમવાળા , એબઓરીજનલ તથા ટોરેસ સ્ટ્રેટસ આઇલેન્ડના બાળકો, ગીચ વસ્તીમાં રહેતા અને જ્યાં કેસની સંખ્યા વધી છે એવા વિસ્તારના બાળકો માટે આ રસી ઘણી ઉપયોગી બનશે.
આ વયજુથના બાળકો પૈકી કોઈને સંક્રમણનો ચેપ લાગ્યો હોયતો પૂરેપૂરી સારવાર મેળવ્યા પછી રસી લઇ શકાય છે.
રસીની માત્રા આ વયજૂથ માટે 10 માઇક્રોગ્રામ રહેશે જયારે 12થી વધુ વય માટે માત્રા 30 માઇક્રોગ્રામ હોય છે.
પ્રથમ રસી મેળવ્યા પછી બાળક 12 વર્ષનું થાય ત્યારે ફાઇઝરની adolscent અથવા વયસ્ક માટેની રસી મેળવી પ્રાથમિક રસીકરણની પ્રક્રિયા પુરી કરી શકાય છે.
વધુ મદદની જરૂર છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઓમીક્રોન ને 'ચિંતાજનક પ્રકાર' તરીકે ઓળખાવતા કેન્દ્ર સરકરે બુસ્ટર માટેના જાગૃતિ અભિયાનને વેગ આપ્યો છે.
ડૉ લુકાસ ડી ટોકા, જેઓ Covid-19 Primary Care Response ફર્સ્ટ Assistant Secretary છે, કે કેમ વધુ સારવારના વિકલ્પો હોવા છતાં છે.

Booster doses provide an added layer of protection. Source: AAPAAP Image/Bianca De Marchi
"દુર્ભાગ્યે કોવીડ-19 માટે કોઈ સચોટ ઈલાજ નથી."
પ્રાથમિક રસીકરણની બીજી રસી લીધાના 5 મહિના પછી બુસ્ટર શૉટ લઇ શકાય છે, અને એની તારીખ વ્યક્તિગત Digital Vaccination Certificate પર ઉબલબ્ધ રહેશે.
પર બાળકો અને બીજા વયજુથ માટે 15 ડિસેમ્બરથી મુલાકાત માટે નોંધણી શરુ કરવામાં આવી છે.
તમારી ભાષામાં કોવીડ-19 વિષે વધુ માહિતી સંદર્ભે અનુવાદકની સેવા માટે , સાથે 1800 131 450 પર સંપર્ક કરો .
કોવિડ-19 વિષે અને નિયંત્રણો વિષે માહિતી માટે National Coronavirus Helpline નો સંપર્ક ક્રમાંક છે 1800 020 080.
કોવિડ-19 વિષે માહિતી મેળવવા તમારા ડૉક્ટર કે આરોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી.
રસી વિશે માહિતી સતત બદલાતી રહે છે તેથી જ તમારી ભાષામાં તાજી માહિતી મેળવવા ની મુલાકાત લો.