વિદેશમાં જન્મેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકોમાં, કોવિડ-19થી મૃત્યુનું પ્રમાણ વધુ

ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકો કરતાં નોર્થ અમેરિકા તથા મિડલ ઇસ્ટમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોમાં કોવિડ-19થી થતાં મૃત્યુની સંખ્યા 10 ગણી વધુ છે.

Australia reported 100 COVID-19 deaths

Australia reported 100 COVID-19 deaths Source: AAP

તાજેતરમાં ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકો કરતા વિદેશમાં જન્મીને ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તે સમૂહમાં કોવિડ-19ના કારણે થતા મૃત્યુની સંખ્યા 3 ગણી છે.

 દ્વારા કોવિડ-19ના કારણે થતાં મૃત્યુના આંકડાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે વિદેશમાં જન્મીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા લોકોમાં કોવિડ-19થી મૃત્યુનું પ્રમાણ વધુ છે.

નોર્થ અમેરિકા તથા મધ્ય એશિયામાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા લોકો કરતા 10 ગણું વધુ છે.

બીજી તરફ, સાઉથ - ઇસ્ટ એશિયા અને સધર્ન અને સેન્ટ્રલ એશિયાના લોકોમાં આ પ્રમાણે 2 ગણું છે.
યુનાઇટેડ કિંગડમ તથા આયર્લેન્ડમાં જન્મેલા લોકોમાં કોવિડ-19થી થતા મૃત્યુનું પ્રમાણ લગભગ ઓસ્ટ્રેલિયામાં જન્મ મેળવનારા લોકો જેટલું જ છે.

બહુસાંસ્કૃતિક બાબતોના શેડો મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સે જણાવ્યું છે કે બહુસાંસ્કૃતિક દેશમાં આ આંકડા ચિંતાજનક છે.

ઉલ્લેખનીય છે કે મહામારીની શરૂઆતથી વિવિધ સંસ્કૃતિના વડા દ્વારા માઇગ્રન્ટ્સ સમાજને વધુ સહયોગ મળી રહે તે માટે માંગ કરવામાં આવી હતી.

માઇગ્રન્ટ્સ તથા રેફ્યુજી સમુદાયના લોકોને કોવિડ-19 અંગે તેમની ભાષામાં માહિતીનો અભાવ હોવાનો પણ ખુલાસો થયો હતો.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી મૃત્યુના આંકડા

31મી જાન્યુઆરી 2022 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 2639 મૃત્યુ નોંધાયા છે. જેમાં 1428 પુરુષો તથા 1128 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

રાજ્ય                               મૃત્યુ
ન્યૂ સાઉથ વેલ્સ                    864
વિક્ટોરીયા                        1157
ક્વિન્સલેન્ડ                          69
સાઉથ ઓસ્ટ્રેલિયા                 22
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા                 10
તાસ્મેનિયા                          18
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી       16

ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડા બાદ ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં કોવિડ મહામારીની સૌથી વધુ અસર જોવા મળી હતી તે પ્રદેશના આંકડા છે.

સિડનીમાં વર્ષ 2021માં ડેલ્ટા પ્રકારના ચેપની સંખ્યા વધતા સૌથી વધુ અસર દક્ષિણ - પશ્ચિમ સિડનીમાં જોવા મળી હતી. જ્યાં વિદેશમાં જન્મેલા તથા બહુસાંસ્કૃતિક સમુદાયની સંખ્યા મોટા પ્રમાણમાં છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends