Harish Verma turns disability into special ability by Arm wrestling

Ahmedabad based Harish Verma has spent most of his life in a wheelchair but this differently-abled athlete has won 16 medals at various National and International Arm wrestling competitions. He is currently in Budapest, Hungary as a part of the 14 member Indian Arm wrestling Federation team, attending 39th World Arm wrestling Championship from 2nd to 12th September 2017. Vatsal Patel takes a look at his struggles and success.

Arm wrestler Harish Verma

Harish Verma is a part of the 14 member Indian Arm wrestling Federation Team at the 39th World Arm wrestling Championship in Budapest (2-12 Sept 2017) Source: Harish Verma

શરીરમાં વિકલાંગતા આવતા જ ભલભલા કઠણ મનનો માણસ પણ નિરાશામાં સરી પડે છે. તેને પોતાનું આગામી જીવન અંધકારમય દેખાય છે. દુનિયા સામે મુકાબલો કરી શકશે કે નહીં તે વિચાર જ તેને અંદરથી હચમચાવી મૂકે છે પરંતુ એવા કેટલાય લોકો છે કે જે પોતાની વિકલાંગતાને અભિશાપ નહીં પણ શક્તિ બનાવીને સફળતા મેળવી ચૂક્યા છે, પોતાની એક અલગ છાપ છોડવામાં સફળ રહ્યા છે. અમદાવાદના હરિશ વર્મા પણ કંઇક આવી જ ઉપલબ્ધિ મેળવવામાં સફળ રહ્યા છે. શરીરથી 90 ટકા જેટલા ફિઝિકલ હેન્ડીકેપ હરિશ વર્મા પગથી વિકલાંગ થયા તો તેણે પંજાને પોતાની તાકાત બનાવી અને આર્મ રેસલિંગની દુનિયામાં દેશનું નામ રોશન કર્યું. વર્ષો સુધી વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભારત દેશને સફળતા અપાવનારા હરિશ વર્મા આગામી સમયમાં હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યા છે.

ડોક્ટરની ભૂલ અને આખી જીંદગીની ડિસેબિલિટી

પોતાની ડિસેબિલિટી વિશે હરિશે જણાવ્યું હતું કે મને નાનપણમાં બે વર્ષની ઉંમરે તાવ આવ્યો અને ડોક્ટરે ખોટું ઇન્જેક્શન આપતા મારા બંને પગમાં પોલિયો આવી ગયો હતો ત્યાર બાદ આજીવન ડિસેબિલિટી આવી ગઇ. જોકે હરિશે પોતાની ડિસેબિલિટીને મન પર હાવી ન થવા દઇને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. હરિશે અત્યાર સુધી નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે કુલ 16 મેડલ્સ જીત્યા છે.
Arm wrestler Harish Verma
Representing India in World Arm wrestling championship - Harish Verma (in the wheelchair) Source: Vatsal Patel and Harish Verma

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા અને વર્લ્ડ ચેમ્પિયશિપ માટે ક્વોલિફાય થયા

હરિશ વર્મા જૂન મહિનામાં કિર્ગિસ્તાન ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં જમણા હાથની કોમ્પિટિશનમાં ગોલ્ડ તથા ડાબા હાથમાં સિલ્વર મેડલ જીત્યા હતા જેના કારણે તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું. હરિશ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા એકમાત્ર ગુજરાતી છે.

ગરીબી છતાં સંઘર્ષથી સફળતા મળી

અતિ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા હરિશ અમદાવાદ મ્યુનિસિપાલિટીના જીમમાં કામ કરે છે. દરરોજ નવ કલાકની ડ્યુટી બાદ તેઓ ત્યાં જ ચાર કલાક પ્રેક્ટિસ કરે છે. મહિને ફક્ત 12 હજાર રૂપિયા કમાતા હરિશને એશિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ચોક્કસ ડાયેટ પ્લાન અપનાવવો પડે છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તે લગભગ અશક્ય હતું. આ વાતની જાણ તેમના મિત્રોને થતાં તેમણે હરિશને મદદ કરવાનું નક્કી કર્યું આ ઉપરાંત કેટલાક અન્ય સ્પોન્સર્સના સાથથી હરિશને મહિને 10 હજાર રૂપિયાની મદદ મળતી શરૂ થઇ જેમાં તેઓ પોતાનો ટ્રેનિંગ, ડાયેટ તથા સ્પર્ધામાં ભાગ લેવાની અન્ય ફીનો ખર્ચ ભોગવવામાં રાહત થઇ. હરિશે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે એશિયન તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના દેશના ખેલાડીઓ ભાગ લે છે. તેઓ પાસે યોગ્ય ટ્રેનર, પ્રેક્ટિસ શીડ્યુલ અને ચોક્કસ ડાયેટ પ્લાન હોય છે જ્યારે મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મારા માટે તે અશક્ય હતું. જોકે મને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તો મદદ મળી ગઇ છે તેથી મેં પણ ચોક્કસ પ્લાન ફોલો કર્યો છે. ભૂતકાળમાં પણ હું ઘણી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થયો હતો પરંતુ રમવા માટે પૂરતું ફંડ ન હોવાથી મારે ઘણી વખત મારું નામ પરત લઇ લેવું પડ્યું છે.

14 members Indian Arm wrestling Federation team is attending 39th World Arm wrestling Championship at Budapest Hungary from 2nd to 12th September 2017.


Share
3 min read

Published

Updated

By Vatsal Patel


Share this with family and friends